પ્રભુ અમે અફઘાનિસ્તાનના લોકોને અત્યારે તમારી પાસે લાવીએ છીયે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે આ પરિસ્થિતિને કાબુમાં લો અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં તમે તેમની સાથે ચાલો. પ્રભુ તમારી પાંખો તળે તમે તેમને સંભાળો અને મદદ કરો. દિલાસો અને શાંતિ કે જે ફક્ત તમારા તરફથી જ મળે છે તેનો અનુભવ તેમને કરાવો.
ઘણા બધા લોકો જેમને ઘર હતું ત્યાંથી તેમને હાંકી કાઢી નાખવામાં આવ્યા છે. પ્રભુ તમે સંભારો અને જે ખરું ઘર તમારી સાથે સ્વર્ગ છે તેની ખાતરી આપો. જે લોકો તમારા પર વિશ્વાસ કરે છે તેમને તમે ભરોસો આપો અને સહાય કરો અને તેમના વિશ્વાસ ને દ્રઢ બનાવો અને તમારા સાક્ષી થવા માટે સહાય કરો. અને વિશેષ કરીને જે લોકો તમારામાં વિશ્વાસ નથી કરતા તેમને જે લોકો તમારી ઉપર વિશ્વાસ કરે છે અને શાંતિ નો અનુભવ કરે છે તે જોઈને તમારો પવિત્ર આત્મા તેમના હૃદય સાથે વાત કરે અને સાક્ષી આપે એવી મારી પ્રાર્થના છે.
યશાયા ૪૧: ૧૦-૧૨
તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું. તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ; હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ.
હવે તમારા પર ગુસ્સે થનારાં સર્વ સૈન્યો વિમાસણમાં પડ્યા છે અને વિખેરાઇ ગયા છે. જે કોઇ તમારો વિરોધ કરશે તે મૃત્યુ પામશે.
તમારી સાથે યુદ્ધે ચડનારા સૌ કોઇ નાશ પામશે, અને શૂન્યમાં મળી જશે. તેઓની શોધ કરશો તો પણ તેઓ તમને જડશે નહિ; કોઇનું નામનિશાન નહિ રહે.