આપણે પવિત્ર આત્મા કેવી રીતે કામ કરે છે, પ્રાર્થના કેવી રીતે કરવી અને ખાસ પોતાના માટે કેવી પ્રાર્થના કરવી, તે શીખી રહ્યા છીએ. આપણે ખરેખર આશીર્વાદીત છીએ કેમકે ઈસુ ખ્રિસ્તે આપણને પવિત્ર આત્મા આપ્યો છે. તેઓ માનવી બન્યા એટલે સમજી શક્યા કે આપણે કયી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છીએ અને આપણી શી જરૂરિયાત છે. તેમણે આપણને પવિત્ર આત્મા આપણી સાથે રહેવા માટે મોકલી આપ્યો. અહીં પાઉલ તે જ આત્મા માટે પ્રાર્થના કરે છે કે જે આપણને મજબૂત બનાવે છે.
મજબૂત શા માટે? શેતાન સામે અને તેની યુક્તિઓ સામે લડવા માટે. મુશ્કેલીઓ સામે લડવા અને ખાસ એ દિવસો માટે જયારે માંદગી, એકલતા, નાણાકીય તકલીફ કે કૌટુંબિક સમશ્યાઓ હોય.
સૌથી વધારે અગત્યનું, તે આત્મિક જીવનમાં દ્રઢ રહેવા માટે તાકાત આપે છે. ખરા ખ્રિસ્તના અનુયાયી તરીકે વર્તવા અને નમૂનો પૂરો પાડવા સહાય કરે છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્મા દ્વારા આપણને તેનામાં વધારે દ્રઢ બનાવે.
આમેન.