શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રભુ શા માટે તેમના લોકો ગીતો ગાઈ તેવી ઇચ્છા રાખે છે? ખ્રિસ્તીના જીવનમાં ગીતો એ શું ભૂમિકા ભજવી જોઈએ? પ્રભુ માટે ગીત દ્વારા ભક્તી કરવી તે શા માટે ખુબ મહત્વનું છે?
ઈશ્વરે આ પ્રશ્નોના જવાબ બાઇબલમાં પહેલેથી જ આપી ચૂક્યા છે.
1. જયારે તમે ગાઓ ત્યારે તમે આધીન થાવ છો
ગીત ગાવું એ વિકલ્પ નથી પરંતુ આજ્ઞા છે
ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે; ગીતો, સ્તોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો, અને કૃપાસહિત તમારાં હ્રદયોમાં પ્રભુની આગળ ગાઓ. કલોસીઓને પત્ર 3:16
મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ [પવિત્ર] આત્માથી ભરપૂર થાઓ. 19 ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારાં હ્રદયોમાં પ્રભુનાં ગાયનો તથા ભજનો ગાઓ. એફેસીઓને પત્ર 5:18-19
પ્રભુ ના લોકો એ ગીતો ગાવું એ વિકલ્પ નથી પરંતુ આજ્ઞા આપી છે. જયારે અપને ગાયે છીએ ત્યરે દેવની આજ્ઞા પાળીયે છીએ.